પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ભચાઉ પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષકશ્રી, પુર્વ કચ્છ, ગાંધીધામ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી. ઝાલા સાહેબનાઓના તરફથી જીલ્લામાં પ્રોહિબિશન તથા જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અને માર્ગદર્શન હેઠળ ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી આર.આર.વસાવા તથા સર્વેલન્સ સ્ટાફ પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ખાનગી બાતમી આધારે ભચાઉ તાલુકાના કડોલ ગામની વલાડીયા પાટી સીમમાં આરોપી ભરત બેચરા આહિરની ભોગવટાની વાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના મુદામાલ સાથે બે આરોપીઓને પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરી મજકુર બંને ઇસમોને રાઉન્ડઅપ કરેલ છે. વિદેશી દારૂની 750 મી.લી.ની બોટલો નંગ 540 કિંમત રૂ. 2,02,500, મો.સા. નંગ 1 કિંમત રૂ. 50,000 એએનઇ મોબાઈલ ફોન નંગ 2 કિંમત રૂ. 6,000 એમ કુલ કિંમત રૂ. 2,58,500 ના મુદામાલ સાથે રાણાભાઈ લક્ષ્મણભાઈ ડાંગર (આહીર) ઉ.વ 37 રહે. રવેચીનગર કડોલ તા. ભચાઉ, ભરત બેચરાભાઈ વરચંદ (આહીર) ઉ.વ. 24 રહે. ડી.પી. નગર કડોલ તા. ભચાઉ વાળાને પકડી પાડ્યા હતા. પકડવાનો બાકી આરોપી શક્તિસિંહ ગંભીરસિંહ વાઘેલા રહે. ગેલીવાડી તા. રાપર. એએ કામગીરી પોલીસ ઈન્સ્પેકટરશ્રી આર.આર. વસાવા તથા પોલીસ હેડકોન્સ્ટેબલ અરવિંદસિંહ જાડેજા, વિશ્વજીતસિંહ ગોહિલ, સુરેશભાઇ પીઠીયા તથા પોલીસ કોન્સ્ટેબલ અશોકજી ઠાકોર તથા ડ્રા.પો.કોન્સ. ભુપેન્દ્રસિંહ જાડેજા વગેરેનાઓએ સાથે રહી કરવામાં આવેલ છે.