પ્રોહિબિશનનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી ગાંધીધામ બી ડીવીઝન પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર. મોથાલીયા સાહેબ બોર્ડર રેન્જ, ભુજ- કચ્છ તથા પોલીસ અધિક્ષક સાહેબશ્રી પુર્વ-કચ્છ ગાંધીધામ નાઓ દ્રારા પ્રોહી/જુગારની બદી નેસ્ત નાબુદ કરવા આપેલ સુચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.એસ. વાઘેલા સાહેબ અંજાર વિભાગ –અંજાર તથા પોલીસ ઈન્સ્પેકટરશ્રી કે.પી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકત મળેલ કે ભુકંપનગર, કિડાણા, તા. ગાંધીધામ ખાતે રહેતા ઉગમસિંહ સોઢા પોતાના કબ્જાના રહેણાંક મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી વેચાણ કરે છે. જે હકીકત આધારે રેઇડ કરતાં નીચે મુજબના આરોપીને ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થા સાથે ઉગમસિંહ પનેસિંહ સોઢા ઉ.વ. 35 રહે.રામદેવ પીરના મંદિરની બાજુમાં, ભુકંપનગર,કિડાણાને પકડી પાડી પોલીસ સ્ટેશન લાવી રાઉન્ડઅપ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમ.એલ. ની કંપની શીલબંધ બોટલો નંગ 73 કિંમત રૂ. 25,500, મોબાઈલ ફોન નંગ 1 કિંમત રૂ. 5,000 એમ કુલ કિંમત રૂ. 30,500નો મુદામાલ કબ્જે કરેલ છે. પકડવાનો બાકી આરોપી મહેન્દ્રસિંહ ઉર્ફે મુન્નો અરવિંદસિંહ જાડેજા રહે. રવેચીનગર, અંતરજાળ, તા. ગાંધીધામ. ઉપરોક્ત કામગીરી પોલીસ ઈન્સ્પેકટરશ્રી કે.પી સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ એ.એસ. આઈ કિર્તીકુમાર ગેડીયા તથા પોલીસ હેડ કોન્સટેબલ ગલાલભાઈ પારગી, સામતભાઇ પટેલ, હાજાભાઈ ખટારીયા, વિરેન્દ્રભાઈ પુરોહિત તથા પોલીસ કોન્સટેબલ અજયભાઇ સવસેટા, ધર્મેશભાઈ પટેલ, ગૌતમભાઈ સોલંકી તથા મહિપાર્થસિંહ ઝાલા નાઓ દ્રારા કરવામાં આવેલ છે.