મોટી ચિરઈ ગામ પાસે દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ભચાઉ પોલીસે પકડી પાડી

ભચાઉ તાલુકાના જૂની મોટી ચિરઈ ગામ પાસેની બાવળોની ઝાડીઓમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે સપાટો બોલાવ્યો હતો. આ અંગે ભચાઉ પોલીસ સ્ટેશને જાણવા મળતી વિગતો અનુસાર તાલુકાનાં જૂની મોટી ચિરઈ ગામ પાસેથી આથમણી બાજુએ બાવળોની ઝાડીમાં ગેરકાયદેસર રીતે ચાલતી દેશી દારૂની ભઠ્ઠી પર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી દેશી દારૂ બનાવવાનો 1200 લિટર આથો, તૈયાર દેશી દારૂ 80 લિટર તથા દેશી દારૂ બનાવવાના સાધનો નંગ 5 સહિત વગેરે મુદામાલ જપ્ત કર્યો હતો. દરોડા દરમ્યાન આરોપી હાજર મળી આવ્યો હતો. તેની પકડીને ભચાઉ પોલીસે આગળની કાર્યવાહી તપાસ હાથ ધરી છે.