કંડલામાં જુગાર રમતા છ ઇસમો ઝડપી પાડ્યા

કંડલા મરીન પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે રેલ્વે ઝુંપડા વિસ્તારમાં ઝોરાબાઈના ઝુંપડા પાસે અમુક શખ્સો જુગાર રમી રહ્યા હોવાની બાતમીના આધારે ત્યાં દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમી રહેલા અકબર મામદ ચાવડા, રસુલ સુમાર છરેયા, ઉમરદ્દીન હસલ કટિયા, કાસમ ઓસમાણ સેડાત, રફિક હસણ કટિયા અને આમદ દાઉદ બાપડાને રૂ. 23,550 રોકડ રકમ સાથે ઝડપી પાડી કંડલા મરીન પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરાવ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.