બોરસદના વહેરામાં બંધ મકાનમાંથી 47 હજારની મતાની તસ્કરી

બોરસદના વહેરા ગામે બંધ મકાનમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂ. 20 હજાર મળીને રૂ.47,200ની મતાની તસ્કરી કરીને લઇ જતાં બોરસદ ટાઉન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધવાઈ છે. નાપા પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં નોકરી કરતાં હાર્દીક વરીયા પરિવાર સાથે મકાન બંધ કરીને સાસરી નવાવાડજ ગયા હતા. ત્રણ દિવસથી મકાન બંધ હતું તે તકનો લાભ લઇને રાત્રિના અરસામાં તસ્કરોએ તેમના મકાનના લોખંડની જાડીવાળા દરવાજાનું તાડુ તોડીને ઘરમાં પ્રવેશ્યા હતા. તિજોરીનું લોક તોડીને તેમાં મુકેલા સોનાનું ડોકયુ , વીંટી, બુટ્ટી અને ચાંદીના દાગીના તથા રોકડા રૂ.20 હજાર મળીને રૂ.47,200ની મતાની તસ્કરી કરી પલાયન થઇ ગયા હતા. આ અંગે હાર્દિક વરિયાએ બોરસદ ટાઉન પોલીસે સ્ટેશને ફરિયાદ લખાવાઈ છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.