આદિપુરમાં ક્રિષ્ના હોસ્પિટલ નજીક જાહેરમાં જુગાર રમતા 7 ઇસમો પકડાયા

આદિપુર પોલીસે આપેલી વિગતો અનુસાર ટીમ પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમી આધારે ક્રિષ્ના હોસ્પિટલ નજીક જાહેરમાં ધાણીપાસાનો જુગાર રમી રહેલા ગીરીશભાઇ આલાભાઈ ચાવડા, હિતેષ પ્રવિણચંદ્ર ઠક્કર, કિશોર અરણભાઈ ગઢવી, હરેશ રમેશભાઈ માળી, રાયશી રામજીભાઇ મહેશ્વરી, રવાભાઇ ખોડાભાઈ આયર અને લક્ષ્મણભાઈ રાણાભાઈ આહીરને રૂ.3,030 રોકડ રકમ સાથેઝડપી ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.