મોરબીના નવલખી રોડ પરથી દારૂની ૦૬ બોટલ સાથે એક ઈસમ પકડાયો

મોરબી શહેરના નવલખી રોડ પરથી પોલીસે ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ સાથે ઈસમને પકડી પાડ્યો છે તો અન્ય ઈસમનું નામ ખુલ્યું છે. મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે નવલખી રોડ પર સેન્ટ મેરી સ્કૂલ પાસેથી આરોપી મેહબૂબ ઉર્ફે મેબલો સુલેમાન સુમરા રહે. રણછોડનગર વાળા શખ્સને પકડી પાડીને ઈંગ્લીશ દારૂની ૦૬ બોટલ કિંમત રૂ.૨,૨૫૦ નો મુદામાલ કબ્જે કર્યો છે તો અન્ય ઈસમ ઇમરાન ઈસ્માઈલ સુમરા રહે. વિસીપરા મોરબી વાળાનું નામ ખુલતા આરોપીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.