હળવદના ગોલાસણ ગામે ઘરમાં જુગાર રમતા 11 સાગરીતો પકડાયા
હળવદ તાલુકાના ગોલાસણ ગામે મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળી હતી, જેના આધારે તાલુકા પોલીસે ટીમ દ્વારા જુગારનો દરોડો પાડવામાં આવતાં ઘરધણી સહિત કુલ મળીને ૧૧ સાગરીતો ઘરમાં જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી તેની પાસેથી પોલીસે ૧૦,૨૦૦ રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરીને તપાસ હાથ ધરી હતી. હળવદ તાલુકાના ગોલાસણ ગામે અમુક લોકો રહેણાંકમાં જુગાર રમતા હોવાની ચોક્કસ બાતમીને પી.આઈ.માથુકિયાને મળતા પી.એસ.આઈ.ટાપરીયા અને સ્ટાફના માણસોએ દરોડો પાડતા ગોલાસણ ગામે રહેતા વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાના મકાનમાં બહારથી માણસો બોલાવીને નાલ ઉઘરાવીને જુગાર રમાડવામાં આવે છે. તેવી બાતમી હળવદ તાલુકા પોલીસને મળી હતી. જેથી કરીને પોલીસે વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાના ઘરની અંદર જુગારનો દરોડો પાડ્યો હતી. ત્યારે ઘરધણી વિપુલભાઈ વિક્રમભાઈ જીંજરિયાના, મેરાભાઈ ચંદુભાઇ ખાંભડિયા, અશોકભાઇ મનુભાઇ ઉકેડિયા, કેશાભાઇ રામજીભાઇ સુરેલા, ભરતભાઈ હમીરભાઇ સુરેલા, રણજીતભાઈ જેરામભાઈ રાતૈયા, માનસિંગ ઉરદે પ્રવીણભાઈ મનુભાઈ સુરેલા, ધીરુભાઈ વિરમભાઈ ખેર, સુખાભાઈ અમરશીભાઈ ખાંભડિયા, ભુપતભાઈ ઉર્ફે હકો અમરશીભાઈ ખાંભડિયા અને વિજયભાઈ હેમુભાઈ કોળી જુગાર રમતા મળી આવ્યા હતા. જેથી કરીને પોલીસે તેઓની પાસેથી ૧૦,૨૦૦ રૂપિયાની રોકડ જપ્ત કરીને કાયદેસરની તપાસ હાથ ધરી હતી.