ધોરાજી નજીક વિદેશી દારૂનો જથ્થો પકડાયો : ત્રણ ઇસમોની અટક

ધોરાજી નજીક પોલીસે દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડી રૂ.30,500 નો મુદામાલ જપ્ત કર્યો છે. આ અંગે મળતી વિગતો એવા પ્રકારની છે કે, ધોરાજી પોલીસ સ્ટેશનના પી.આઇ. ગોહિલના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. આર.કે.બોદર પો.કોન્સ. અરવિંદસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા તથા રવિરાજસિંહવાળા ધોરાજીના વાલીસીમડી રોડ પર પેટ્રોલીંગમાં હતા.તે દરમ્યાન દરોડો પાડી વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણ ઇસમોને ઝડપી પાડ્યો હતો. પોલીસે આગળની  તપાસ હાથ ધરી છે.