મોરબીના હાઉસિંગ બોર્ડના રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો પકડાયો
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારના રહેણાંક મકાનમાં દરોડો કરીને બી ડીવીઝન પોલીસે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડ્યો છે. મોરબી બી ડીવીઝન પોલીસ ટીમે ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતા રાજદીપસિંહ વિક્રમસિંહ સરવૈયાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીને પગલે દરોડો પાડ્યો હતો. જેમાં આરોપીના રહેણાંક મકાનમાંથી પોલીસે બીયર નંગ ૯૫ કિંમત રૂ૯,૫૦૦, ઈંગ્લીશ દારૂની ૧૮ બોટલ કિંમત રૂ.૭,૩૮૦, અન્ય બ્રાંડની દારૂની બોટલ નંગ ૦૧ કિંમત રૂ.૮૫૦ મળીને કુલ રૂ.૧૭,૭૩૦ નો મુદામાલ કબ્જે કરી આરોપી રાજદીપસિંહ સરવૈયાને પકડી પાડીને વધુ તજવીજ હાથ ધરી છે.