માળીયા નજીક વરલી ફિચરના આંકડા લેતો એક શખ્સ ઝડપાયો

માળીયા મિયાણા પોલીસે બાતમીના આધારે એક ઈસમને માતમ ચોક માળીયા પાસે ખંડેર મકાનમા જાહેરમા વરલી ફિચરના આંકડાનો જુગાર રમતા ઝડપી લીધો હતો. ફરિયાદી પો. કો. મુકેશ વાસાણીએ જણાવ્યા અનુસાર ઝડપાયેલો ઈસમ યુસુબ કાસમ જેડા ઉ.વ.૪૪ રહે.માતમા ચોક જેડાવાસ તા.માળીયા મી હોવાનું બહાર આવ્યું છે. તેમની પાસેથી વરલી ફિચરનું સાહિત્ય અને રોકડ રૂપિયા ૬૦૦ જપ્ત કરી પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.