મોરબીના નજરબાગ રેલ્વે સ્ટેશન નજીકથી બીયરના જથ્થા સાથે બે શખ્સો પકડાયા
મોરબી શહરેના નજરબાગ રેલ્વે સ્ટેશન પાસે સાયન્સ કોલેજના પાછળના ગ્રાઉન્ડમાંથી પોલીસે બીયરના જથ્થા સાથે બે શખ્સોને પકડી પાડ્યા છે તો અન્ય એક આરોપીનું નામ ખુલ્યું છે. મોરબી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન સાયન્સ કોલેજ પાછળના મેદાનમાંથી આરોપી બીપીન ગોરધન મજેઠીયા રહે.વિદ્યાનગર સોસાયટી ભડિયાદ મોરબી અને અશોક કાન્તીભાઈ મજેઠીયા રહે. વિદ્યાનગર ભડિયાદ મોરબી એમ બે શખ્સોને પકડી પાડીને બીયર નંગ ૨૨ કિંમત રૂ.૨,૨૦૦ નો મુદામાલ કબ્જે કર્યો છે તો આરોપી રાજદીપસિંહ સરવૈયાનું નામ ખુલતા આરોપી વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.