રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાભુંડા ટીંડલવા જતાં રોડ પર ખોડિયાર માતાના મંદિર નજીક આવેલ નદીના વોકળામાંથી દેશીદારૂનીભઠ્ઠીનો કેસ શોધી કાઢતી રાપર પોલીસ

પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન અંગેની બદી નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન. રાણા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશન વિસ્તારના ડાભુંડાથી ટીંડલવા જતાં રોડ પર ખોડિયાર માતાના મંદિર નજીક આવેલ નદીના વોકળામાંથી આરોપી પ્રવિણસિંહ હીરજી પીર રહે. ડાભુંડા તા. રાપર વાળાના ગેરકાયદેસર કબ્જાની દેશી દારૂ બનાવવાની ભઠ્ઠીએથી દેશી દારૂ બનાવવાનો આથો લિટર ૨૭૦૦ કિંમત રૂ.૫,૪૦૦ તથા ગાળવાની અન્ય સાધન સામગ્રીની કિંમત રૂ.૩૦૦ એ કુલ રૂ.૫,૭૦૦ નો પ્રોહિબિશનનો મુદામાલ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે.  પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન.રાણા તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.