રાપર ટાઉન ખાતેથી ઇંગ્લીશદારૂનો (પ્રોહિબિશનનો) ગણનાપાત્ર કેસ શોધી કાઢતી રાપર પોલીસ  

પોલીસ મહાનિરીક્ષકશ્રી સરહદી રેન્જ ભુજશ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી મયુર પાટીલ સાહેબ, પુર્વ કચ્છ ગાંધીધામનાઓની સુચના તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી કે.જી.ઝાલા સાહેબ ભચાઉ વિભાગ ભચાઉ નાઓના માર્ગદર્શન હેઠળ પુર્વ કચ્છ જીલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રોહિબિશન અંગેની બદી નેસ્ત-નાબુદ કરવા સુચના આપેલ હોઈ જે અન્વયે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન. રાણા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન. રાણા નાઓને મળેલ બાતમી હકીકતના આધારે રાપર પોલીસ સ્ટેશનના રાપર ટાઉન ખાતે વિકાસવાડીની સામે આવેલ ત્રંબો નિવાસ નામના બિલ્ડીંગમાં આરોપી પૃથ્વીસિંહ ઉર્ફે ગટી કેન્દુભા પ્રવિણસિંહ જાડેજા રહે મુળ ત્રંબો હાલ રહે. ત્રંબો નિવાસ, વિકાસવાડીની સામે, રાપર ખાતે આવેલ પોતાના રહેણાંક મકાનની સામેના પોતાના કબ્જા ભોગવટાના મકાનમાંથી ઇંગ્લીશ દારૂ-બીયરની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ 442 કિંમત રૂ. 56,900 નો પ્રોહિબિશનનો મુદામાલ મળી આવતા પ્રોહિબિશન એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરેલ છે. પોલીસ ઈન્સ્પેકટરશ્રી એમ.એન.રાણા તથા રાપર પોલીસ સ્ટાફ દ્રારા ઉપરોક્ત સફળ કામગીરી કરવામાં આવેલ છે.