ભુજીયા રિંગરોડ વિસ્તારમાંથી ધાણી-પાસા જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી ભુજ શહેર બી ડિવિઝન સર્વેલન્સ સ્ટાફ 

પોલીસ મહાનિરીક્ષકશ્રી જે.આર.મોથલીયા સાહેબ, બોર્ડર રેંજ, ભુજ તથા શ્રી સૌરભસીંઘ સાહેબ, પોલીસ અધિક્ષક, પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એ.એન.પંચાલ સાહેબનાઓએ દારૂ-જુગારના સફળ કેસો શોધી કાઢવા તથા આ બદીને સંપુર્ણ નેસ્ટનાબુદ કરવા સારી જરૂરી સુચના આપેલ. જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પો.ઇન્સશ્રી ડી.આર.ચૌધરી નાઓના માર્ગદર્શન હેઠળ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન પો.હેડ.કોન્સ. મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કો. પૃથ્વીરાજસિંહ ડી જાડેજા નાઓને ખાનગી તેમજ સચોટ ભરોસાપાત્ર બાતમી હકીકત મળેલ કે, ભુજીયા રિંગરોડ પાસે એલ્યુમિનિયમ સેક્સનના કારખાનાની બાજુમાં રહેતો સિકંદર ઇબ્રાહીમ ચાકી પોતાના રહેણાંક મકાનમાં બહારથી માણસો બોલાવી ધાણી-પાસા વડે હાર-જીતનો જુગાર રમી રમાડે છે જે બાતમી અન્વયે ખરાઈ કરી સ્ટાફના માણસો સાથે રેઇડ કરતાં સદરહુ જગ્યાએ નીચે મુજબના પકડાયેલ આરોપીઓના નામ સિકંદર ઇબ્રાહીમ ચાકી ઉ.વ. 32 રહે. એલ્યુમિનિયમ એક્સન કારખાનાની બાજુમાં ભુજીયા રીંગરોડ ભુજ, ઇસ્માઇલ ઉર્ફે રધુડો અલીમામદ કુંભાર ઉ.વ. 42 રહે. મીઠુબાવાના ઘર પાસે કેમ્પ એરિયા ભુજ, નીખીલ ચંદ્રકાંત સલાટ ઉ.વ. 23 રહે. ઓરિઅંટ કોલોની ગરબી ચોક પાસે ભુજ, વસીમ ઉર્ફે જમાદાર હસનઅલી યમની ઉ.વ. 36 રહે. કેવલહોમ સોસાયટી નાવવાસ માધાપર તા. ભુજ, અલ્તાફ ઓસામાણ મંજોઠી ઉ.વ 26 રહે. પીરવાળી શેરી કેમ્પ એરિયા ભુજ, સલીમ મામદ મંજોઠી ઉ.વ.27 રહે પઠાણ ફળિયું જુના નળકાની પાછળ ભુજ, પ્રતિક પ્રાણલાલ સલાટ ઉ.વ.35 રહે રઘુવંશી ચોકડી સહયોગ નગર 14મી શેરી નવી રાવલવાડી ભુજ, આશિફ જાનમામદ ગગડા ઉ.વ. 30 રહે, સીતારાચોક ભીડનાકા બહાર ભુજ, હનીફ ઈસ્માઈલ ગજણ ઉ.વ. 31 રહે. મંજોઠી મદ્રેશા પાસે કેમ્પ એરિયા ભુજ, ઇમ્તિહાઝ જુસબ મંજોઠી ઉ.વ. 25 રહે ભક્તિ લખુરાઈ ચાર રસ્તા પાસે ભુજ, કિર્તી મહેન્દ્રભાઈ ગોસ્વામી ઉ.વ.26 રહે રાધા ક્રુષ્ણનગર મિરઝાપર ચોકી પાછળ તા. ભુજ, અજય હરેશભાઈ બારોટ ઉ.વ. 19 રહે. ચામુંડા મંદિર પાસે ગણેશનગર ભુજ વાળાને રોકડા રૂ.36,300, મોબાઈલ ફોન નંગ 11 કિંમત રૂ.50,000, આધાર કાર્ડ 6 ડ્રાઈવિંગ લાઇસન્સ 2 તથા ચુટણીકાર્ડ 1 ધાનિપાસા નંગ 2 એમ કુલ રૂપિયા 86,800 ના મુદામાલ સાથે પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ.ઉપરોક્ત કામગીરીમાં પ્રો.પો ઇન્સશ્રી ડી.આર.ચૌધરીના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઈ પંકજકુમાર આર. કુશવાહા તથા પો.હેડ.કોન્સ મયુરસિંહ ઇન્દ્રસિંહ જાડેજા તથા પો.કોન્સ શક્તિસિંહ વી જાડેજાએ તથા પૃથ્વીરાજસિંહ જાડેજા રિતેના પોલીસ સ્ટાફના માણસોએ જોડાયા સફળ કામગીરી કરેલ.