મોરબીમાં એક્ટીવા ચાલકે એક પ્રૌઢને હડફેટે લઈને ઇજા પહોચાડી હતી

મોરબીમાં એક્ટીવા ચાલકે એક પ્રૌઢને હડફેટે લઈને ઇજા કર્યાની સિટી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરાવાઈ છે. બનાવની વિગતો અનુસાર બપોરના અરસામાં દિપકભાઈ કેશવલાલ ગજરા ઉ.વ.૪૭ ધંધો વેપાર (રહે વાઘપરા શેરી નં.૧૨ મોરબી ) પોતાનું એક્ટીવા લઈને જતાં હતા. ત્યારે મો.સા નં.જીજે ૩૬ એએ ૯૮૬૨ વાળાના ચાલક નિલેશભાઈ અરવીદભાઈ પંડ્યા (રહે વાવડી ગામ કબીર આશ્રમની સામે મોરબી) એ પોતાનું એક્ટીવા દીપકના એક્ટીવા સાથે ભટકાડી નાની મોટી ઇજાઓ પહોચાડી હતી.આ અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.