રેલવે પાર્સલ ઓફિસ પાસેથી ગાંજા સાથે બે ઇસમો પકડાયા

રેલવે સ્ટેશનની પાર્સલ ઓફિસ પાસેથી એક લાખ રૂપિયાના ગાંજા સાથે મહિધરપુરા પોલીસે બે શખ્સોઓને પકડી લીધા છે. આ કેસમાં ગાંજો મોકલનાર અને ગાંજો મંગાવનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.પોલીસ ઇન્સ્પેક્ટર આર.કે.ધુલિયાના માર્ગદર્શનમાં સ્ટાફ પેટ્રોલિંગમાં હતો. ત્યારે હેડ કોન્સ્ટેબલ સરદારસંગ ધનજીભાઈને માહિતી મળી હતી કે ઓરિસ્સાથી મોટા પાયે ગાંજો આવી રહ્યો છે. બાતમીના આધારે પોલીસે રેલવે પાર્સલ ઓફિસ પાસેથી આરોપીઓ રાહુલ નાગેશ્વર સિન્હા અને બાદલ ઉર્ફ ઇન્દ્ર ગોકુલ સ્વાઈ(બંને રહે. ગોદાવરી પાર્ક એપાર્ટમેન્ટ,લંબે હનુમાન રોડ,વરાછા)ને 10 કિલો ગાંજા સાથે પકડી લીધા છે. ગાંજાની કિંમત 1.02 લાખ છે. ઓરિસ્સાથી ગાંજો મોકલનાર હેમંત બીકારાઉત સ્વાઈ અને મંગાવનાર અમિત રામઆશરે મિશ્રા(વરાછા)ને વોન્ટેડ જાહેર કરાયા છે.