છેતરપીંડીના ગુનામાં એક વર્ષથી નાસતા ફરતા ઈસમને પકડી લેતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસ

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદારાની સુચના તેમજ ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મોરબી ડીવી.મોરબીના હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ તેમજ જે.એમ.આલ પો.ઇન્સ નાઓની નાસતા ફરતા ઈસમને શોધી કાઢવા અંગેની સુચના મુજબ મોરબી સીટી એ ડીવી.પોલીસ પેટ્રોલીગમા હોય દરમ્યાન પો.હેડકોન્સ રામભાઇ મંઢ તથા પો.કોન્સ ચકુભાઇ કરોતરા ને ખાનગી રાહે હકિકત મળેલ કે મોરબી સીટી એ ડીવી.પો.સ્ટેએ પાર્ટ અને ઇ.પી.કો.કલમના કામે છેલ્લા એક વર્ષથી નાસતા ફરતા આરોપી જીતેન્દ્રકુમાર કનૈયાલાલ પ્રજાપતી ઉ.વ.૨૭ રહે.ઉડ ગામ કુંભારવાસ તા.જી.શીરોહી (રાજસ્થાન) વાળો મોરબી આવેલ હોવાની હકિકત આધારે સરદાર રોડ ધરતીટાવર પાસે થી હકીકત આધારે મળી આવતા હસ્તગત કરી કોરોના રીપોર્ટ કરાવતા જેનો કોરોના રીપોર્ટ નેગેટીવ આવતા મજકુર શખ્સની ધરપકડ કરી આગળની તપાસ હાથ ઘરેલ છે.