જામનગરમાં જુગાર રમતા 11 ઇસમોને પકડતી પોલીસ

જામનગરમાં બેડી વિસ્તારમાં દીવેલીયા ચાલી જેનુલ આબુદીન ચોકમાં જાહેરમાં જુગાર રમતા 11 ઇસમોને સીટી બી ડીવીજન પોલીસે ઝડપી પાડી રૂપિયા 35 હજારની રોકડ જપ્ત કરી આગળની તજવીજ હાથ ધરી છે. પોલીસે આ કાર્યવાહી દરમિયાન તમામ ઇસમો સામે જુગારધારા હેઠળ ફરિયાદ નોંધી હતી. જામનગરમાં બેડી વિસ્તારમાં આવેલ દિવેલીયા ચાલીમાં અમુક ઇસમો જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકતના આધારે સીટી બી ડીવીજન પોલીસે દરોડો પાડ્યો હતો આ દરોડા દરમિયાન સ્ટ્રીટલાઇટના અંજવાળે ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી પૈસાના દાવ લગાડી પૈસાની લેતી દેતી કરી હારજીત કરી તીનપતી નામનો જુગાર રમતા હારૂન દાઉદ માડવાણી, દિલાવર સલીમ પાલાણી, જાફર સલીમભાઇ પાલાણી, અબ્દુલ ઇશાભાઇ ભટ્ટી, જાવીદ અનવર કકલ, ઇબ્રાહીમ હુશેન પઠાણ, ફારૂક કાસમભાઇ મલા, નવાઝ કાસમભાઇ સુંભણીયા, નવાઝ હુશેન સંધાર, સીંકદર નુરમામદભાઇ સાઇચા, કાસમ જુસબભાઇ સચડાને ઝડપી લીધા હતા. સિટી-બી ડિવિઝન પોલીસે ઝડપાયેલા તમામના કબજામાંથી રૂપિયા 35,500ની રોકડ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી હતી.