ચોરવાડમાં જૂના મનદુઃખને લઈ ધોકાનો ઘા માર્યો હતો

ચોરવાડમાં રહેતાં લલિતભાઈ નારણભાઈ ચુડાસમાને પંદર દિવસ પહેલા ઝગડો થયો હોય જે બાબતનું મનદુઃખ ચાલતું હોય અને લલિતભાઈ અને અન્ય સભ્યો પોતાના ઘરની બહાર બેઠા હતા ત્યારે ઇસમો ધોકા લઈ ઘસી આવ્યા હતા.  બાદમાં દિલીપ હેમંત ચુડાસમાએ લલિતભાઈના ગાલ પર ધોકાનો ઘા માર્યો હતો અને પુનિત દિનેશ ચુડાસમાએ લલિતના ભાઈના હાથ પર ધોકાનો એક ઘા ઝીકયો હતો. તેમજ સુનિલ ચુડાસમાએ આ યુવાન,અન્ય સભ્યોને ગડદા પાટુનો માર માર્યો હતો. જેથી આ ત્રણેય ઈસમ વિરૂદ્ધ ચોરવાડ પોલીસમાં ફરિયાદ લખાવવામાં આવી હતી. પોલીસે ફરિયાદના આધારે વધુ આગળની તજવીજ હાથ ધરી છે.