ભુજની જી.કે જનરલ હોસ્પિટલમાંથી બાઇકની ચોરી

ભુજ શહેરના આવેલી જી.કે જનરલ હોસ્પિટલમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને પોતાના વાહનો પાર્કિંગમાં પાર્ક કરે છે. પરતું આ વાહનોની કોઈ પ્રકારની સુરક્ષા જવાબદારી હોસ્પિટલ દ્રારા રખાતી ન હોઈ તેવું ચિત્ર ઉપસવા પામ્યું છે. કારણ કે ફરી એક વખત આ હોસ્પિટલના ઇમરજન્સી ગેટની બાજુમાં આવેલા પાર્કિંગમાંથી બાઇક તસ્કરી થઈ ગઈ છે. નખત્રાણાના ઐયર ગામે રહેતા અને મજૂરી કરતાં ફકિરમામદ જુમાભાઈ લુહારે પોતાની 13 હજારની સ્પેન્ડર બાઇક નંબર જીજે 12 એએ 2986 વાળી પાર્ક કરી હતી.   જેની બપોરના અરસા દરમિયાન કોઈ અજાણ્યા શખ્સો  તસ્કરી કરી જતાં ગુનો નોંધાવાયો છે.