પશુ અત્યાચારના ગુનાનો આરોપી ઝડપી પડાયો

બોર્ડર રેન્જ આઈ.જી.પી.શ્રી જે.આર. મોથલીયા સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ ભુજનાઓએ નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપેલ હોય જે અનવ્યે એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેક્ટરશ્રી એચ.એમ.ગોહિલ માર્ગદર્શન હેઠળ પેરોલ ફર્લો સ્કોડ ભુજના સ્ટાફના માણસો પ્રયત્નશીલ હતા. પેરોલ ફર્લો સ્કોડના સ્ટાફના માણસો સાથે નાસતા ફરતા આરોપીઓ પકડવા માટે ભુજ ટાઉન વિસ્તારમાંથી પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ખાનગીરાહે બાતમી હકીકત મળેલ કે, જોડિયા પોલીસ સ્ટેશન બી પાર્ટ ગુ.ર.નં 350/2020 ઇ.પી.કો. કલમ 279,114 તથા પશુ પ્રત્યે ઘાતકીપણુ અટકાવવાના અધિનિયમની કલમ 11(1) ઇ, 11(1) એચ તથા જી.પી.એક્ટ ક 135 (1) મુજબના ગુના કામે નાસતો ફરતો આરોપી લતીફશા ઉર્ફે ડાડો સાધરશા શેખ ઉ.વ. 42 રહે કનૈયાબે તા. ભુજ વાળો હાલે આત્મારામ સર્કલ ભુજ પાસે ઊભો છે. તેવી સચોટ અને ભરોસાલાયક બાતમી આધારે સ્ટાફના માણસોએ તુરંત વર્કઆઉટ કરી બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં મજકુર આરોપી મળી આવતા તેને ઉપરોક્ત ગુના કામે સી.આર.પી.સી. કલમ 41(1), (આઈ) મુજબ અટક કરી આગળની કાર્યવાહી માટે જોડિયા પોલીસ સ્ટેશને જાણ કરેલ છે અને મજકુર આરોપીને ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપેલ છે. ઉપરોક્ત કામગીરીમાં એલ.સી.બી પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી એચ.એમ. ગોહિલ તથા પેરોલ ફર્લો સ્કોડના પો.હેડ કોન્સ ધર્મેન્દ્ર મુળશંકર રાવલ, દિનેશભાઇ ગઢવી, રઘુવીરસિંહ જાડેજા તથા વિરેન્દ્રસિંહ પરમાર તથા ડ્રા.પો.કો. સુરેશભાઇ ચૌધરી નાઓ જોડાયેલ હતા.