ભીમાસરમાં યુવતી પર બળાત્કારના પ્રયાસે મુદ્દે હોબાળો : પોલિસની ના વચ્ચે શું છે તથ્ય .
અંજાર તાલુકાનાં જૂના ભીમાસર ગામે એકલી રહેતી વીસ વર્ષની પરપ્રાતિય ક્ષમિક યુવતી પર ગત મધરાત્રે લેબર કોલોનીના જ બે શખ્સોએ દુષ્કર્મ ગુજારવાનો પ્રયત્ન કર્યો હોવાના મુદ્દે ભારે હોબાળો મચી ગયો હતો. આ હિન કરતૂતથી હતપ્રભ બનેલી યુવતીએ કાંડામાં બ્લેડ મારી આત્મવિલોપન કરવાનો પ્રયાસ કર્યો હતો. હોબાળાના પગલે તપાસ માટે પહોચેલી પોલીસે આવો કોઈ બનાવ બન્યો ન હોવાનો દાવો કર્યો હતો. જોકે , યુવતીએ રાત્રે સ્થાનિક લોકો સાથે કરેલી વાતચીતમાં જણાવેલી હકીકત વાયરલ વિડીયો ક્લિપ ‘દાળમાં કશું કાળું ‘હોવાની ચાડી ખાય છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.