રાજકોટ શહેરના વિજય પ્લોટમાં ઘોડીપાસાનો જુગાર રમતા 10  ઇસમો ઝડપાયા

download-2

રાજકોટ શહેરમાં વધી રહેલા જુગારના દૂષણ વચ્ચે પોલીસે વધુ બે દરોડા પાડી વિજય પ્લોટમાંથી ઘોડીપાસાનો જુગાર તેમજ રૈયા રોડ પરથી ઓનલાઇન જુગાર રમતા યુવાન સહિત 11 ઈસમને ઝડપી પાડી કાર્યવાહી કરી છે. ભક્તિનગર પોલીસ વિજય પ્લોટમાં પેટ્રોલિંગ કરી રહી હતી. ત્યારે ગિરીરાજ ઘૂઘરાવાળી શેરીમાં કેટલાક ઇસમોનું ટોળું જોવા મળ્યું હતું. જેથી તુરંત ત્યાં પોલીસ ટીમ દોડી ગઇ હતી. અહીં ઇસમો જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે દરોડા દરમિયાન બિપીન ઉર્ફે કબૂતર રણછોડ ભટ્ટ, મિલન ચંદ્રકાંત ધામેચા, ફારૂક આમદ કાસમાણી, અલ્પેશ ઉર્ફે બાબો રમણીક ગોટેચા, રાજુ બચુ મૂછડિયા, વિજય મનસુખ રાઠોડ, દીપક ઉર્ફે દતો મનુ નકુમ, યુસુબ હબીબ ખેભર, સદામ હનિફ કટારિયા અને બાબુ જાદવ મુલિયાણાને ઝડપી લીધા હતા. પોલીસે ઝડપાયેલા ઇસમો પાસેથી રૂ. 15,780ની રોકડ જપ્ત કાર્યવાહી કરી છે. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.