જામનગરમાં ઈંગ્લીશ દારૂની 22 બોટલ દારૂ સાથે એક ઈસમ પકડાયો

જામનગરમાં સીટી એ ડિવિઝન પોલીસ દફતરના વિસ્તાર ભાનુંસાળી વાડ ખાતે પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડી એક ઈસમને 22 બોટલ દારૂના જથ્થા સાથે ઝડપી લીધો છે. પોલીસે દારૂ જપ્ત કરી જેની પાસેથી દારૂ ખરીદ્યો હતો. તે ઈસમ હાજર નહી મળતા ફરાર દર્શાવાયો છે.જામનગરમાં ભાનુશાળી વાડ, ટીંબાફળી સુધરાઇના ડેલા પાસે, રોડ ઉપર રાત્રિના અરસામાં પેરોલ ફર્લો સ્કવોડે દરોડો પાડ્યો હતો. આ દરોડા દરમિયાન કપીલ ઉર્ફે કાતર ધર્મેન્દ્રભાઇ મંગી જામનગર વાળાના કબજામાંથી રૂપિયા 8,800 ની કિંમતનો 22 બોટલ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આ બનાવમાં દારૂ જપ્ત કરી આરોપીની પ્રાથમિક પૂછપરછ કરી હતી. જેમાં આ દારૂનો જથ્થો સુમીત ઉર્ફે કુબી ભાનુશાળી પાસેથી ખરીદ્યો હોવાની તેમને કબુલાત આપી હતી. જેને લઈને પોલીસે આરોપીની દારૂના જથ્થા સાથે અટક કરી સીટી એ ડિવિઝન પોલીસ દફતરમાં ફરિયાદ નોંધાવી એક આરોપીને ફરાર જાહેર કર્યો હતો. પોલીસે ફરાર જાહેર કરાયેલ ઈસમની શોધખોળ હાથ ધરી છે.