કરચલિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 સાગરીતો પકડાયા

કરચલિયાપરા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા મનીષ ઉર્ફે છોટું ચંદુભાઈ રાઠોડ, જીજ્ઞેશ ઉર્ફે લાખો જગદીશભાઈ ચૌહાણ, આકાશ સંજયભાઈ મેર, પ્રકાશ રતાભાઈ મકવાણા, વિનોદ ઉર્ફે વિનો નટુભાઈ બારૈયા, મહેશ ઉર્ફે બકાલી ભીખાભાઈ મકવાણા (તમામ રહે. ક.પરા)ને ગંગાજળિયા પોલીસે કુલ રૂ.24,990ના મુદ્દામાલ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી હતી.