જૂનાગઢમાં અગાઉનાં ઝગડાનું મનદુ:ખ રાખીને લોખંડનાં પાઈપ વડે હુમલો

જૂનાગઢમાં અગાઉનાં ઝગડાનું મનદુ:ખ રાખી ત્રણ ઇસમોએ હુમલો કરી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. આ અંગેની મળતી વિગત અનુસાર જૂનાગઢનાં બિલખા રોડ પર રહેતા ભરતભાઈ ઉર્ફે પુરાના વાલજીભાઈ બગડાને રાજુભાઈ બાવજીભાઈ સોલંકી સાથે અગાઉ ઝગડો થયો હતો. જેનું મનદુ:ખ રાખી ભરતભાઈ અને પ્રજ્ઞાબેન ચાલીને ખાડીયામાં વિજયભાઈનાં ઘરે જઈ રહ્યાં હતા. ત્યારે ચંદુ રાજુભાઈ સોલંકીએ રાજુભાઈ અને હંસાબેન રાજુભાઈ સોલંકીને ઘરેથી અહીં બોલાવ્યા હતા. અને ભરતભાઈ સાથે બોલાચાલી કરી હતી. રાજુભાઈએ ભરતભાઈના પગમાં લોખંડનો પાઈપ ઝીંકી દઈ ઈજા કરી હતી. તેમજ હંસાબેને લાકડીથી માર માર્યો હતો. તેમજ ચંદુએ પણ ઢીકાપાટુનો માર માર્યો હતો. તેમજ રાજુભાઈએ ભરતભાઈને કહેલ કે ફરીથી ખાડીયા વિસ્તારમાં દેખાઈશ તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી પણ આપતા ભરતભાઈએ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી. ફરિયાદનાં આધારે પોલીસે આગળની ધોરણસરની તપાસ હાથ ધરી હતી.