કડીના આદુંદરા રોડ પરથી ચાર જુગારી પકડાયા, 1 ઈસમ પલાયન

કરકડીના આદુંદરા રોડ ઉપર ચંદન તલાવડીની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં જુગાર રમી રહેલા 5 ઈસમોને રૂ.28,020 ના મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. જ્યારે જુગાર રમાડનાર સ્થળ ઉપર મળી આવ્યો ન હોતો. કડી પોલીસે 6 ઇસમો સામે ગુનો નોંધીને તજવીજ કરી હતી. કડી પોલીસને મળેલી બાતમીના આધારે આદુંદરા રોડ ઉપર ચંદન તલાવડીની બાજુમાં ખુલ્લી પડતર જગ્યામાં જુગાર રમતાં અશફાક ફરીદમિયા મનસુરી, ઈમ્તિયાઝ હાજીમિયા રાઉમા, મહેન્દ્ર બચુભાઈ ગોસ્વામી તમામ રહે. કડી, મિનેષ ભાઈલાલભાઈ પટેલ રહે. કટોસણ રોડ, તા.દેત્રોજ અને મહેબુબ દાઉદભાઈ ઘાંચી રહે. નંદાસણવાળાને જુગાર રમતા પકડી પાડ્યા હતા. જ્યારે જુગાર રમાડનાર કડીનો સમીર રસુલભાઈ મનસુરી સ્થળ ઉપર મળી આવ્યો ન હોતો. પોલીસે રૂપિયા 2,520 રોકડ, રૂપિયા 5,500 ના 4 મોબાઈલ, રૂપિયા 20 હજારનુ બાઈક મળી રૂપિયા 28,020 નો મુદ્દામાલ જપ્ત કરી 6 ઇસમો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.