મોરબીમાં લૂંટના ગુનામાં ફરાર 2 શખ્સોને પોલીસે પકડી પાડ્યા

મોરબીના ગ્રામ્ય વિસ્તારોમાં 2004 અને 2005ના વર્ષ દરમિયાન અલગ અલગ સમયે થયેલ લૂંટના ગુનામાં નાસતા ફરતા 2 ઈસમને પકડી પાડ્યા  હતા. આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરબી એલસીબીની ટીમ અલગ અલગ ગુનાઓમાં નાસતા ફરતા પકડી લેવા અલગ અલગ સ્થળો પર તપાસ હાથ ધરી હતી. દરમિયાન બાતમી મળી હતી કે 20 વર્ષ પહેલા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં થયેલા અલગ અલગ લૂંટના 5 બનાવમાં નાસતા ફરતા આરોપી પાટણ જિલ્લામાં હોવાની બાતમી મળી હતી. જેના આધારે એલસીબીની ટીમ પાટણ જિલ્લામાં પહોચી હતી અને સિધ્ધપુર રેલવે સ્ટેશન વિસ્તારમાંથી તુનસીંગ ઉર્ફે તન્સીંગ ઉર્ફે મનુ ઓ સુકીયાભાઇ સિંગોડીયા આદીવાશી ભીલ, અબલસીંગ ઉર્ફે અબસીંગ ઉર્ફે જલસાઓ સુકીયાભાઇ સિંગોડીયાને પકડી પાડ્યા હતા. આરોપીઓની પૂછપરછ કરતા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા 5 લૂંટમાં હોવાની કબૂલાત આપવામાં આવી હતી. તેમજ આ પકડાયેલા બંને આરોપીઓ વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપવા કાર્યવાહી હાથ ધરી હતી.