ડભોઇની અક્ષર ઉપવન સોસાયટીમાંથી વિદેશી દારૂ કબ્જે, 1 ઈસમની અટક

ડભોઇના જલારામ મંદિર પાસેની અક્ષર ઉપવન સોસાયટીમાં ભાડાના મકાનમા રહેતો જયેશ ઉર્ફે જતીન વસંતભાઇ માળી ભારતીય બનાવટના વિદેશીદારૂનો જથ્થો લાવી એક્ટિવા સ્કૂટર દ્વારા હોમ ડીલીવરી કરી બેરોકટોક વેચાણ કરતો હોવાની બાતમી સ્ટેટ મોનીટરીંગ સેલના પી.એસ.આઇ. એસ.આર.શર્માને મળી હતી. જેથી સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ ઇકો કાર સાથે ડભોઇની અક્ષર ઉપવન સોસાયટીમા ત્રાટકી હતી. જેમા એકટીવાની ડીકીમાંથી બે બોટલો તેમજ મકાનના રસોડામા કંતાનના કોથળામા મુકેલી વિદેશીદારૂની 11 બોટલો મળી કુલ 13 બોટલો કિંમત રૂપિયા 5,645 દારૂના વેચાણના રોકડા રૂપિયા 7,800, મોબાઇલ 01 કિંમત રૂપિયા 5,000 તેમજ એકટિવા કિંમત રૂપિયા 30,000 ની મળી કુલ મુદ્દામાલ કિંમત રૂપિયા 48,445 ના મુદ્દામાલ સાથે એક ઈસમને પકડી લીધો હતો. વિદેશીદારૂ આપનાર ઢાલનગરનો સાગર વસાવાને વોન્ટેડ જાહેર કરી તજવીજ કરી ડભોઇ પોલીસને સુપ્રત કરાતા કસ્ટડી ભેગો કરાયો હતો.