મુન્દ્રામાં એક શખ્સ પાસેથી અજાણ્યા ઇસમોએ પૈસાની માંગ કરતાં ના પાડતા ધક બુસટનો માર માર્યો.

તા. ૩/૭ /૨૦૧૮ નો બનાવ.

મુન્દ્રામાં શક્તિનગર ધરતી ગેરેજ સામે રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણ (ઉ.વ. ૩૧ ,રહે. અલકનંદા સોસાયટી )તથા સાહેબ પોતાનું મોટર સાઇકલ લઈ સુલભ પેટ્રોલપંપે પેટ્રોલ ભરાવતા જતાં હતા ત્યારે મુન્નો ઉર્ફે ઓસમાણ સુલેમાન જત અને નદીમ સ /ઓ મુન્નો ઉર્ફે ઓસમાણ સુલેમાન જત (રહે બંને હસનપીર બજાર મુંદ્રા તથા બે અજાણ્યા માણસો ) એ પોતાનું મોટર સાઇકલ આડુ રાખી મુન્નો ઉર્ફે ઓસમાણ સુલેમાન જતએ રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણ પાસે રૂ. ૫૦૦૦/-ની માંગણી કરતાં રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણએ ના પાડતા મુન્નો ઉર્ફે ઓસમાણ સુલેમાનએ રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણના બંને હાથની હથેળી ઉપર તથા સાથળના પાછળના ભાગે છરી કરી તથા ભૂંડી ગાળો આપી તથા નદીમ સ /ઓ મુન્નો ઉર્ફે ઓસમાણ સુલેમાન જતએ રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણના ગળાના અસ્ત્રા થી સામાન્ય ઇજા કરી ધક બુશટનો માર મારેલ તથા અજાણ્યા બે ઇસમો એ રસીદ ઉર્ફે ઇકબાલ પઠાણને પકડી રાખી એકબીજાને મદદગારી કરી મે.શ્રી.ડી.એમ.સા.ના હથિયાર બંધી જાહેરનામાનો ભંગ કરી ગુન્હો કર્યો હતો જેની નોધ મુન્દ્રા પોલીસ સ્ટેશનમાં કરેલ છે.

વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *