જૂનાગઢ શહેરમાંથી રૂ.32,600ના વિદેશી દારૂ સાથે 1 ઈસમ પકડાયો

જૂનાગઢ એ ડિવીઝન પોલીસે રિક્ષામાં થતી દારૂની હેરાફેરી અટકાવી દારૂ સહિત 83,100નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દારૂની બદીને નાબુદ કરવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પોલીસે ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાતમી મળી કે,ધરાનગરથી ખાડીયા તરફ જીજે 02 ડબલ એકસ 2566 નંબરની રિક્ષા દારૂ ભરીને આવી રહી છે. આ દારૂ પ્રદિપ ખાડીયાના સુનીલ સોલંકીના ઘરે ઉતારવાનો છે. બાદમાં એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ. કે. પરમાર અને સ્ટાફે ટાઉન હોલ પાસે વોચ ગોઠવી રિક્ષાને રોકાવી તલાશી લીધી હતી. તલાશી દરમિયાન રિક્ષામાંથી 32,600નો ઇંગ્લીશ દારૂ મળી આવ્યો હતો. પોલીસે દારૂ, રિક્ષા અને મોબાઇલ મળી કુલ 83,100ના મુદ્દામાલ સાથે કડિયાવાડના ભાવેશ રમેશભાઇ બગડાને પકડી પાડ્યો હતો. જ્યારે દારૂ મંગાવનાર સુનીલ સોલંકીને પકડી પાડવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.