જૂનાગઢમાં હથિયાર ધારાના ગુનાનો ફરાર આરોપી ઝડપાયો

જૂનાગઢ એ ડિવીઝન પોલીસે હથિયાર ધારાના ગુનાના આરોપીને ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે મળતી વિગત મુજબ વિવિધ ગુનામાં ફરાર આરોપીઓને ઝડપી લેવા રેન્જ ડીઆઇજી મનિન્દર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીની સૂચના અને ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજાના માર્ગદર્શનમાં એ ડિવીઝન પોલીસે ખાસ પેટ્રોલીંગ હાથ ધર્યું હતું.દરમિયાન બાતમી મળી કે, મોટી શાક માર્કેટ પાસે રહેતા સરફરાજ ઉર્ફે સેબુ આમદભાઇ પંજા સામે એ ડિવીઝનમાં હથિયાર ધારાનો ગુનો નોંધાયો હતો. બાદમાં તે ફરાર હતો. આ શખ્સ હાલ માંડવી ચોક શાક માર્કેટ પાસે ઉભો છે. બાતમી મળતા એ ડિવીઝન પીઆઇ એમ.એમ. વાઢેર, પીએસઆઇ એ.કે.પરમાર અને સ્ટાફે જઇ આરોપીને ઝડપી લઇ અટક કરવાની તજવિજ હાથ ધરી હતી. હથિયાર ધારાનો ગુનો નોંધાતા આરોપી ફરાર થઇ ગયો હતો.જોકે, ઘરે આવ્યોને પોલીસે દબોચી લીધો હતો.