ગોંડલમાં જુગાર રમતા 5 સાગરીતો પકડાયા

ગોંડલ સિટી પોલીસે નાની બજાર હાટકેશ્વર મહાદેવ મંદિર વાળી શેરીમાં દરોડો પાડી જુગાર રમતા કિશોર રમણીકભાઈ પરમાર (રહે સાંઢિયા પુલ મોહન નગર), કાંતિલાલ દયાળજીભાઈ શેઠિયા (રહે નાની બજાર ધારસી પારેખની શેરી), ફિરોઝ રજાકભાઈ દેખા (રહે ખંઢેરિયા શેરી દરબારગઢ પાસે), ભાવેશ ઉર્ફે લાલો લક્ષ્મીકાંત ભાઈ હિંડોચા (રહે ભોજરાજપરા ચબુતરા પાસે) તેમજ નવીન ચંપકભાઇ વોરા રહે કોલેજ ચોક મધુરમ પાન સામે વાળાઓને રોકડા રૂપિયા 19,550 સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.