મોડાસાના રાજેન્દ્રનગર ચાર રસ્તેથી બાઇક તસ્કરીનો આરોપી ઝડપાયો

મોડાસા રૂરલ પોલીસ મથકનો સ્ટાફ હિંમતનગર શામળાજી નેશનલ હાઈવે ઉપર ટ્રાફિક ડ્રાઇવ યોજીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી બાઇકની તસ્કરીનો ગુનો આચરીને રાજસ્થાનનો આરોપી હિંમતનગરથી શામળાજી થી રાજસ્થાન તરફ જવાનો માહિતીના આધારે પોલીસે નેશનલ હાઈવે ઉપર વોચ ગોઠવીને વાહન ચેકિંગ હાથ ધર્યું હતું. દરમિયાન બાઇક નંબર જીજે જીરો નાઈન સીટી 12 45 નો ચાલક દેવીલાલ શંકરભાઈ મીનાનો ઉપરોક્ત આરોપી પસાર થતાં પોલીસે પોકેટકોપની મદદથી આરોપીને પકડી લીધો હતો અને પૂછપરછ કરતાં ઉપરોક્ત બાઇક તેણે હિંમતનગર એ ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાંથી તસ્કરી કરી હોવાનું બહાર આવતા પોલીસે મુદ્દામાલ જપ્ત કરીને તેની સામે કાર્યવાહી હાથ ધરી હતી.