ધાનેરામાં સર્વિસ કરવા માટે મુકેલા બાઇકની તસ્કરી

ધાનેરામાં સર્વિસ કરવા માટે મુકેલા બાઇકની તસ્કરી થઇ હતી. રાજસ્થાનના જાલોર જીલ્લાના દુગાવાના પ્રભુભાઇ ચુનાજી નાઇએ ધાનેરા – નેનાવા ત્રણ રસ્તા નજીક સર્વિસ સેન્ટરે બાઇક સર્વિસ કરવા માટે મુક્યુ હતુ. જેની તસ્કરી થતાં ફરિયાદ લખાવાઈ હતી. ડીસામાં એક યુવક બજારમાં ખરીદી કરવા ગયો હતો. દરમિયાન અડધા કલાકમાં બાઇકની તસ્કરી થઇ હતી. મહાદેવીયા ગામના પ્રવિણભાઇ વેલજીભાઇ સુથાર બાઇક નં. જીજે. 08. એસ. 3418 લઇ બજારમાં ખરીદી કરવા ગયા હતા. દરમિયાન અડધા કલાકમાં અજાણ્યો ઈસમ બાઇકની તસ્કરી કરી લઈ ગયો હતો.પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.