મોરબીમાં એક જ દિવસમાં 2 બાઈક તસ્કરી

મોરબી પોલીસે તાજેતરમાં એક ઈસમને પકડી પાડી તપાસ કરતા તેમણે 4 જિલ્લામાં 12 બાઈકની તસ્કરીની કબુલાત કરી હતી. મોરબી જિલ્લામાં તસ્કરી થયેલા બાઈકમાં બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પણ બાઈક તસ્કરી થયાનું સામે આવ્યું હતું. ત્યારે બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં બાઈક તસ્કરીની ફરિયાદ નોંધવાનો સિલસિલો શરૂ થયો છે. ગુરુવારે મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સમપર્ણ હોસ્પિટલ નજીક પાર્ક કરેલું જીજે 36 જે 0095 નમ્બરનું મુકેશભાઈ ગોવિંદભાઈ સોલંકી નામના યુવકનું બાઇક તસ્કરી થયાની ફરિયાદ લખવાઇ છે. તો બીજી એક ફરિયાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં આવતા જાંબુડિયા ગામ પાસે આવેલ દિનેશભાઈ સાલાણીના ઘર બહારથી નાનુંભાઈ ચોડાભાઈ ધામેચા નામના યુવકનું જીજે 36 એમ 8259 નંબરનું બાઈક તસ્કરી થયાની ફરિયાદ લખાવાઇ છે. મોરબીના અન્ય પોલીસ સ્ટેશનમાં પણ આગામી દિવસમાં અન્ય પોલીસ સ્ટેશનમાં પણ બાઈક ચોરીની ફરિયાદ નોંધાઇ શકે છે. પોલીસે આગળની તજવીજ હાથ ધરી છે.