મોરબી એસઓજી ટીમે દારૂના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડી લીધો

વાંકાનેર સિટી પોલીસમાં લખાવેલા એક દારૂના કેશમાં આરોપી તરીકે જાહેર થયેલા અને નાસતા ફરતા આરોપીને મોરબી એસ. ઓ. જી. પોલીસ ઝડપી લઈને વાંકાનેર સિટી પોલીસને સોંપ્યો છે. મળતી વિગતો અનુસાર પીન્ટુ ખોડા કટુડીયા સામે વાંકાનેર પોલીસમાં દારૂ સબબ ગુનો દાખલ થયો હતો. તેમની સામે ગુનો નોંધાયા પછી પિન્ટુ પોલીસને હાથતાળી આપીને નાસતો ફરતો હતો. પિન્ટુ વાંકનેરના ચંદ્રપુર પાસે હોવાની પોલીસ હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ પરમાર તેમજ શેખાભાઈ મોરીને બાતમી મળી હતી. દરમિયાન એસ. ઓ. જી.ના પી. એસ.  આઈ. પી. જી. પનારના માર્ગદર્શન હેઠળ સ્ટાફે બાતમી વાલી જગ્યાએ પહોંચી પિન્ટુને ઝડપી પાડ્યો હતો. આ કામગીરીમાં એસ. ઓ. જી. પોલીસ સ્ટાફના Hc રસિકભાઇ કડિવાર , શેખાભાઇ મોરી, મહાવીરસિંહ પરમાર PC ભાવેશભાઇ મિયાત્રા રોકાયા હતા.