ટંકારાના વીરપર ગામે જુગાર રમતા ચાર સાગરીતો પકડાયા

ટંકારાના વીરપર ગામે બાવળની કાંટમાં જુગાર રમતા ચાર પત્તાપ્રેમીઓને ટંકારા પોલીસે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર ટંકારાના વીરપર ગામે ટંકારા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાવળની કાંટમાં જુગાર રમતા શીવાભાઈ અવચરભાઈ ઉધરેજા, હસમુખભાઈ રઘુભાઈ ઉધરેજા, રાજુભાઈ રતાભાઈ બાવરવા અને મનસુખભાઈ મોહનભાઈ ચાવડાને રોકડ રકમ રૂ.૫,૪૦૦ સાથે પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે.