વાંકાનેરના વરડુંસર નજીકથી બાઈકમાં દારૂની હેરાફેરી કરતા ત્રણ શખ્સો પકડાયા

વાંકાનેરના વરડુંસર ગામ નજીકથી બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા ત્રણ ઇસમોને દારૂના જથ્થા સાથે વાંકાનેર તાલુકા પોલીસે પકડી પાડી ધોરણસરની તજવીજ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર વાંકાનેર તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેરના વરડુંસર ગામના બસ સ્ટોપ પાસે હીરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ જીજે ૩૬ એમ ૯૦૩૪ શંકાસ્પદ લાગતા તેને રોકી તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૮ અને મોટર સાઈકલ એમ કુલ મુદામાલ કિંમત રૂ.૨૮,૦૦૦ સાથે આરોપી સતીશભાઈ વિઠલભાઈ કગથરા,લાલજીભાઈ ભરતભાઈ વરાણીયા અને રવીન્દ્રભાઈ રમેશભાઈ શેટાણીયા હાજર મળી આવતા તેને પકડી લીધા હતા. જ્યારે આરોપી હરેશભાઈ સોમાભાઈ ઉધરેજા હાજર નહિ મળી આવતા તેની સામે વાંકાનેર તાલુકા પોલીસે વધુ તપાસ ચલાવી છે.