મુન્દ્રા દારૂની હેરાફેરી કરતો શખ્સ પકડાયો

મુન્દ્રા રોડપર શનિ મંદિરની આગળ સનસીટી સોસાયટીમાં ગેટ પાસે આરોપી વિનોદ અજીતસિંહ ચુડાસમાના કબ્જાની સફેદ કલરની એક્ટિવાની ડીકીમાંથી દારૂની 3 બોટલો ઝડપી પાડી હતી. 40 હજારની ગાડી અને દારૂ સહિત કિંમત રૂ. 46 હજારનો મુદામાલ જપ્ત કરાયો છે. જ્યારે માધાપરનો પ્રધ્યુમનસિંહ મહેન્દ્રસિંહ જાડેજા હાજર મળી આવ્યો ન હતો.પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.