મોરબીમાં રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂની 96 બોટલ ઝડપાઇ

મોરબી એ ડિવિઝન પોલીસે રહેણાંક મકાનમાંથી રૂ. 36,000ની કિંમતની 96 બોટલ વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. આ સાથે બે ઇસમો સામે ગુનો દાખલ કરીને આગળની તજવીજ હાથ ધરી છે. મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પ્રેમજી યુઆરએફઇ પ્રેમલો તેજાભાઈ દેગામાં રહે. મોરબી નવલખી રોડ યુમનાનગર 2 વાળો એપલ હોસ્પિટલની બાજુમાં આવેલ પોતાના  કબ્જા ભોગવટાના ભાડાના કારખાનામાં અંગ્રેજી દારૂ રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલ નંગ 96 જેની કિંમત રૂ.36,000 નો મુદામાલ જપ્ત કરી પોતાના કબ્જા ભોગવટાના કારખાનામાં હાજર નહીં મળી આવેલ આરોપી સાગર કાંતિલાલભાઈ પલાણ રહે. મોરબી સેન્ટ મેરી સ્કુલ પાછળ તથા ઇમરાન હિગળોજા રહે. મોરબી વીશીપરાવાળા સામે ગુનો દાખલ કર્યો છે. આ કામગીરીમાં જે.એમ. આલ. પોલીસ ઈન્સ્પેકટર તથા પોલીસ હેડ કોન્સ, રામભાઇ મંઢ, કિશોરભાઇ મિયાત્રા, સંજયભાઇ બાલાસરા, પોલીસ કોન્સ ચકુભાઇ કરોતરા, આશીફ્ભાઈ રાઉમા, તેજાભાઈ ગરચર, શક્તિસિંહ પરમાર, અરજણભાઈ ગરીયા, હશમુખભાઈ પરમાર સહિતના રોકાયેલ હતા.