કુવાડવાની સીમમાં તીનપત્તીનો જુગાર રમતાં પાંચ સાગરીતો ઝડપાયા

કુવાડવા ગામની સીમમાં તીનપતીનો જુગાર રમતાં પાંચ સાગરીતોને રૂ.10,400 ની રોકડ સાથે કુવાડવા રોડ પોલીસે ઝડપી પાડ્યા હતાં. જુગારના દરોડાની વિગત મુજબ કુવાડવા રોડ પોલીસ સ્ટેશનના પી.આઈ. એન.એન.ચુડાસમાના માર્ગદર્શન પી.એન.આઈ. એન.આર વાણીયા તેના સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતા. ત્યારે તેની સાથેના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા અને કોન્સ્ટેબલ મુકેશભાઈ અબાડાને મળેલ ચોકકસ બાતમીના આધારે કુવાડવા ગામની સીમમાં જુગાર રમતાં ચિમનલાલ નરભેરામ અગ્રાવત (ઉ.વ.68), રમેશભાઈ વાસુદેવભાઈ જોષી (ઉ.વ.59), હસમુખભાઈ રઘુરામભાઈ રામાવત (ઉ.વ.58), મહેશભાઈ કાનજીભાઈ મકવાણા (ઉ.વ.57) અને રાજુભાઈ પ્રભુદાસભાઈ કાંપડીને (ઉ.વ.50) રૂપિયા 10,400 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતાં.પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.