ભુજ તાલુકામાં મમૂઆરા ગામમાં સસરા તથા સાળા એ મોબાઈલ ફોન દ્વારા આપી જમાઈને ધમકી.
તા:૩.૭.૧૮: નો બનાવ
ભુજ તાલુકામાં મમૂઆર ગામે વેલજી ભાઈ જખુ ભાઈ કોલી ને તેમના સસરા લક્ષ્મણ વેલજી કોલી તથા તેમના સાળા રવજી લક્ષ્મણ કોલી ફોન ઉપર ભૂંડી ગાળો આપી ધમકી આપેલ કે ‘મારી દીકરી સવિતાને છૂટાછેડા આપી દે તેના બીજી જગ્યાએ લગ્ન કરવાના છે જો છૂટાછેડા નહીં આપે તો તને અને સવિતાને જાનથી મારી નાખીશું’ તેવી મોબાઈલ ફોનથી અવારનવાર જાનથી મારી નાખવાની ધમકી આપી એકબીજાની મદદગારી કરી ગુનો કરેલ છે.જેની આગળની તપાસ પધ્ધર પોલીસ સ્ટેશન દ્વારા હાથ ધરવામાં આવેલ છે.
વધુ અપગ્રેડ માટે જોતાં રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ અમારો ચેનલ ઉષા કેબલ ઉપર 24 કલાક લાઈવ પ્રશારણ ચાલુ છે અને gtpl ઉપર ચેનલ નંબર 72 અને 73 ઉપર રાત્રે 10:30 થી 11:00 ચાલુ છે.