અંજારમાં ખેડોઈ ગામની વાડી વિસ્તાર માંથી દેશીદારૂનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી અંજાર પોલીસ

image

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજના તથા શ્રી સાગર બાગમાર સાહેબ પોલીસ અધિક્ષક પુર્વ કચ્છ ગાંધીધામનાઓએ અસામાજીક પ્રવ્રુતી કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ કરવા આપેલ સુચન અન્વયે શ્રી મુકેશ ચૌધરી સાહેબ નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગ અંજાર નાઓના માર્ગદર્શન હેઠળ શ્રી એચ.એ.જાડેજા પોલીસ ઇન્સપેક્ટર અંજાર પોલીસ સ્ટેશન નાઓ આવી પ્રોહીબીશનની બદીને નેસ્ત નાબૂદ કરવા સારૂ સતત પ્રયત્નશીલ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમા ચાલતી આવી પ્રવુતિ કરતા ઇસમો પર પોલીસ સ્ટાફના માણસો તથા ખાનગી બાતમીદારો મારફતે સતત વોચ રાખી તે દરમ્યાન ખાનગી રાહે બાતમી હકિકત મળેલ કે વિજયરાજસિંહ જાડેજા રહે.મોટી ખેડોઈ તા.અંજાર વાળા ખેડોઈ ગામની ભીમનાથ મહાદેવ વાળી સીમમાં આવેલ પોતાના કબ્જાની વાડીમાં પતરા વાળી ઓરડીમાં ગેરકાયદેસર રીતે દેશીદારૂ બનાવવાની ભઠ્ઠી ગાળે છે અને જે હાલમાં આ પ્રવૃત્તિ ચાલુ છે તેવી ચોક્કસ બાતમી હકીકત આધારે રેઈડ કરી પ્રોહી મુદામાલ પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.