ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે વોંધ નજીક મેડિવેક કંપની પાસે ઈનોવા કારે ટક્કર મારતાં આર્ટિગા કાર રોડની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઈ

ભચાઉ સામખિયાળી નેશનલ હાઈવે વોંધ નજીક મેડિવેક કંપની પાસે ઈનોવા કારે આર્ટિગા કારને ટક્કર મારી, આર્ટિગા કાર ડીવાઈડર સાથે અથડાઈ. ભચાઉ સામખિયાળી નેશનલ હાઇવે પર અકસ્માતની ઘટના સામે આવી છે. વોંધ પાસે મેડિવેક કંપની આર્ટિગા કાર જઈ રહી હતી. ત્યારે ઈનોવા કારે ટક્કર મારતાં આર્ટિગા કાર રોડની રેલીંગ સાથે ધડાકાભેર અથડાઈ છે. બનાવના પગલે નેશનલ હાઇવેની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવી છે.