બોટાદ પોલીસે ચોરીના મુદ્દામાલ સાથે 3 શખ્સને પકડી પાડ્યા

image_1625303273-6-300x194-3

બોટાદ પોલીસે ત્રણ શખ્સોને તસ્કરીના સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ સાથે પકડી પાડી કાયદેસરની તપાસ હાથ ધરી છે. પોલીસ મહાનીરીક્ષકશ્રી, અશોક કુમાર, ભાવનગર રેન્જનાઓ દ્વારા જિલ્લામાં મિલકત વિરૂદ્ધના ગુનાઓ અટકાવવા તેમજ ગુનાઓનું ડિટેકશન મુદ્દે આપેલી સૂચના મુજબ પોલીસ અધિક્ષક, હર્ષદના માર્ગદર્શન તથા વિભાગીય પોલીસ અધિકારીશ્રી, એમ. બી. વ્યાસનાની સૂચના મુજબ પીઆઈ જે. વી. ચૌઘરી તેમજ વિજયસિંહ ઘનશ્યામસિંહ પરમાર તથા અ.પો.કો. વિરેન્દ્રભાઇ ભાભલુભાઇ ઘાઘલ અને અ.પો.કો. અજયસિંહ અશોકસિંહ ગોહિલની ટીમ સાથે બોટાદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હતા દરમ્યાન 3 શખ્સો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેઓની પાસેથી તસ્કરી કરી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પેટ્રોલિંગ દરમિયાન પોલીસે ભરત ઉર્ફે ભારિયા મડિયાભાઈ ઉર્ફે મડિયો પલાસ, નરેશભાઇ ઉર્ફે નરીયો રામસીંગ પલાસ, પારશીંગભાઇ નુરાભાઇ બારીયાને પકડી લીધા હતા. બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.