બોટાદમાં સુથારની વાડી પાસેથી ગંજીપાના વડે હારજીતનો જુગાર રમતા 6 સાગરીતો પકડાયા

બોટાદ પોલીસે પૂર્વ બાતમીના આધારે બોટાદમાં આવેલ સઈ સુથારની વાડી દરોડો પાડી જાહેરમાં પૈસાની હારજીતનો જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રૂ.10,700 નાં મુદ્દામાલ સાથે પકડી પાડી કાયદેશરની તપાસ હાથ ધરી છે. પોલીસ સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર બોટાદ પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન મળેલી બાતમીના આધારે બોટાદમાં આવેલ સોની બજાર પાસે સઈ સુથારની વાડી પાસે ખુલ્લી જગ્યામાં રાત્રિના અરસામાં દરોડો પાડી જાહેરમાં ગંજીપાના વડે પૈસાની હરજીતનો જુગાર રમતા 6 શખ્સોને પોલીસે રૂ. 10,700નાં મુદ્દામાલ સાથે પકડી લીધા હતા. આ દરોડા દરમિયાન પોલીસે અજીત ચમન, સાગર ધીરૂ ચૌહાણ, જગદીશ ચમન ચૌહાણ, નરોત્તમ હરજીવન ચૌહાણ, સુરેશ હશમુખ ચલાળીયાને પોલીસે પકડી પાડી તેમની પાસેથી મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બોટાદ પોલીસ સ્ટેશનમાં તમામા જુગારીઓ વિરૂદ્ધ ગુન્હો નોંધી વધુ તજવીજ હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.