મોરબીમાંથી વિદેશી દારૂનો જથ્થો પકડાયો

મોરબી જિલ્લા એલસીબી પોલીસ બાતમીના આધારે શહેરના વિશિપરા, કુલીનગરમાં ત્રાટકીને એક રહેણાંક મકાનમાં રાખેલી રૂ.૧૧,૯૦૦ કિંમતની અંગ્રેજી દારૂની ૧૪ બોટલ જપ્ત કરીને આરોપીની શોધખોળ આદરી છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી જિલ્લાની એલસીબી પોલીસને બાતમી મળી હતી કે, મોરબીના કુલીનગરમાં એક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો પડ્યો છે. દરમિયાન પોલીસે બાતમીવાળી જગ્યાએ દરોડો પાડતા રૂ.૧૧,૯૦૦ ની કિંમતની અંગ્રેજી દારૂની ૧૪ બોટલ મળી હતી. દારૂનો આ જથ્થો શાહરૂખ અલારખા શાહમદાર(રહે. કુબેરનાથ રોડ)નો હોવાનું બહાર આવતા તેમની શોધખોળ આદરાઈ છે.