વાંકાનેરની રાતીદેવડીની સીમમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

વાંકાનેર તાલુકાના રાતીદેવડી ગામે પડતર જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે વાંકાનેર સીટી પોલીસની ટીમે દરોડો પાડી દારૂના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડી ધોરણસરની તપાસ હાથ ધરી છે. મળતી માહિતી અનુસાર મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ઇન્ચાર્જ ડીવાયએસપી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ વાંકાનેર સીટી પી આઈ એન એ વસાવાની સુચનાથી પોલીસ ટીમ પેટ્રોલીગમાં હોય દરમિયાન દિવ્યરાજસિંહ દેવેન્દ્રસિંહ ઝાલા અને પ્રતીપાલસિંહ અનિરુદ્ધસિંહ વાળાને બાતમી મળી હતી કે રાતીદેવડી ગામે રહેતા ગોપાલભાઈ લધુભાઈ મદ્રેસાણીયા એ રતીદેવડી ગામે પોતાની વાડીના શેઢે પડતર જગ્યામાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખ્યો હોવાની બાતમીના આધારે તપાસ કરતા આરોપી ગોપાલભાઈ મદ્રેસાણીયાને વિદેશી દારૂની બોટલ નંગ-૧૦૬ કિંમત રૂ.૩૯,૭૫૦ ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે ધોરણસરની તપાસ હાથ ધરી છે. વાંકાનેર સીટી પોલીસની આ કામગીરીમાં પી આઈ એન એ વસાવા, હીરાભાઈ મઠીયા,હરપાલસિંહ પરમાર, દિવ્યરાજસિંહ ઝાલા, શક્તિસિંહ જાડેજા, પ્રતિપાલસિંહ વાળા અને અજીતભાઈ સોલંકી સહિતની ટીમે કરેલ છે.